મંગલ મંદિર ખોલો
દયામય મંગલ મંદિર ખોલો
જીવનવન અતિ વેગે વટાવ્યુ
દ્વાર ઊભો શિશુ ભોલો
તિમિર ગયુ ને જ્યોતિ પ્રકાશ્યો
શિશુને ઉરમા લ્યો લ્યો
દયામય મંગલ…..
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમ બોલો
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય મંગલ…
મંગલ મંદિર ખોલો
દયામય મંગલ મંદિર ખોલો
જીવનવન અતિ વેગે વટાવ્યુ
દ્વાર ઊભો શિશુ ભોલો
તિમિર ગયુ ને જ્યોતિ પ્રકાશ્યો
શિશુને ઉરમા લ્યો લ્યો
દયામય મંગલ…..
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમ બોલો
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય મંગલ…
Our website uses cookies to improve your experience. Learn more