Trending

Aadhya shakti tujane namu re-આદ્ય શક્તિ તુજને નમું રે -navratri old garba gujrati lyrics

આદ્ય શક્તિ તુજને નમું રે બહુચરા, ગણપત લાગુ પાય. 

દિન જાણી ને દયા કરો બહુચરા મુખે માગુ તે થાય

                     આદ્ય શક્તિ તુજને નમું રે... 

વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય,

 ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય,

 આદ્ય શક્તિ તુજને નમું રે... 

સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ,

 સામ સામા બે ઓરડા રે બહુચરા સોનુ ઘડે સોનાર, 

 આદ્ય શક્તિ તુજને નમું રે... 

શુંભ નિશુંભ ને હાથે હણ્યા રે બહુચરા બીજા અનેક અસુર,

 રક્તબીજ ને તમે માર્યા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર, 

 આદ્ય શક્તિ તુજને નમું રે... 

જોવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દૈત્ય તણા પેટમાય.

 ખડી માથે ખોડા કર્યો રે બહુચરા સ્ત્રી માથે પુરુષ,

 આદ્ય શક્તિ તુજને નમું રે... 

હૈયુ નથી જોને હાલતું યે બહુચરા કઠણ આવ્યો કાળ,

 ધરમ ગયો ધરણી ધસી રે બહુચર પુણ્ય ગયું પાતાળ. 

કર જોડી ને વિનવું રે બહુચરા વલ્લભ તારો દાસ, 

ચરણ પખાળ તુજને નમું રે બહુચર પુરી આસ, 

 આદ્ય શક્તિ તુજને નમું રે...



Post a Comment

Previous Post Next Post

Contact Form