Trending

કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે Koyal bethi aambaliya ni daal gujarati lagngeet

 કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે

હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ


કોયલ માંગે કડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલને ઉડાડો આપણે દેશ


કોયલ માંગે ચૂડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલને ઉડાડો આપણે દેશ


કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલને ઉડાડો આપણે દેશ


કોયલ માંગે નથડીની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલને ઉડાડો આપણે દેશ

Post a Comment

Previous Post Next Post

Contact Form