Trending

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ Aaj vagdavo vagdavo ruda sharnayu ne dhol gujarati lagngeet

 આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..

સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..

મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.

હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..

હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ.

Post a Comment

Previous Post Next Post

Contact Form