માનો ગરબો રે રમે રાજ ને દરબાર
માનો ગરબો રે રમે રાજ ને દરબાર (2)
માનો ગરબો રે રમે રાજ ને દરબાર (2)
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
ઓલી કુંભારી ની નાર, તું તો સૂતી હોય તો જાગ
હે... માના ગરબે રે રુડા કોડિયાં મેલાવ
માનો ગરબો રે.........
માનો ગરબો રે રમે રાજ ને દરબાર (2)
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર
ઓલી સોનીડા ની નાર, તું તો સૂતી હોય તો જાગ
હે... માના ગરબે રે રુડા ઝાંઝર મેલાવ
માનો ગરબો રે.........
માનો ગરબો રે રમે રાજ ને દરબાર (2)
રમતો ભમતો રે આવ્યો સુથારી ને દ્વાર
ઓલી સુથારી ની નાર, તું તો સૂતી હોય તો જાગ
હે... માના ગરબે રે રુડા બાજઠીયા મેલાવ
માનો ગરબો રે..........
